ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એમ.એચ.જાદવ પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. નાઓની સુચનાથી એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત અધારે પ્રાબિર મણીન્દ્રનાથ બિશ્વાસ ઉ.વ.૪૫ ધંધો. ડોકટરી પ્રેકટીસ હાલ રહે. કલેડીયા, રેલ્વે ફાટક પાસે તા.સંખેડા, જી.છોટાઉદેપુર મુળ રહે, ૨૫૭, ટીન, અંતલા, પુરબન્સા, મચ્છલાંદપુર, હબરા, નોર્થ ૨૪ પરગણા, પશ્વિમ બંગાળ પીન નંબર ૭૪૩૨૮૯ વાળો છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલાડીયા ગામે કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ મળી કુલ.કિ.રૂ કુલ રૂ. ૯,૭૩૮/- મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા સદરના વિરુધ્ધમા ધોરણસર કાર્યવાહિ કરી સંખેડા પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર