Gujarat

ગાંધીધામની પી.એન. અમરસી સ્કૂલના 110 વિદ્યાર્થીઓએ રાયમલધામમાં કર્યું ગૌપૂજન

અંજાર નજીક સિનાઈ રોડ પર આવેલા સદગુરુ રાયમલ ધામ આશ્રમ અને ગૌરી ગૌશાળામાં ગૌ શક્તિ યોગ યજ્ઞ મહોત્સવ 2025નો પ્રારંભ તા.12થી થયો છે.

છેલ્લા 6 વર્ષથી યોજાતા આ કાર્યક્રમમાં આ વર્ષે ગાંધીધામની પી.એન. અમરસી સ્કૂલના 110 વિદ્યાર્થીઓએ અષાઢી બીજ પહેલાં ભાગ લીધો હતો.

સ્કૂલના ટ્રસ્ટી અને સીઇઓ ગુલશન કુમાર ભટ્ટનાગર, પ્રિન્સિપાલ શૈલેન્દ્ર શર્મા, કો-ઓર્ડિનેટર લય અંતાણી અને શિક્ષિકાઓની હાજરીમાં વિદ્યાર્થીઓએ ગૌપૂજન કર્યું.

તેમણે યજ્ઞશાળાની પરિક્રમા પણ કરી. મહારાજે સર્વે વિદ્યાર્થીઓ અને મહેમાનોનું સ્વાગત કર્યું હતુંય

કાર્યક્રમમાં પરશુરામ ઇન્ટરનેશનલ ગાંધીધામના એડવોકેટ અને નોટરી રચના જોશી તથા ગૌ પ્રેમી મનીષા સેવક પણ જોડાયા.

મહિલા મંડળે ગૌપૂજન અને વૃક્ષારોપણ કર્યું. વિદ્યાર્થીઓ અને ભક્તોએ નવરાત્રી રાસ રમીને આનંદ માણ્યો હતો.

આશ્રમના અધ્યક્ષ અને ગૌભક્ત શાસ્ત્રી ધનેશ્વર મહારાજ પંડિત અને ગુલશન કુમાર ભટ્ટનાગરે બિલીપત્રનું રોપણ કર્યું.

આશ્રમના વિદ્વાન શાસ્ત્રી નીલકંઠ જોશી અને શાસ્ત્રી રમેશ જોશીની ટીમ દરરોજ યજ્ઞશાળામાં યજ્ઞ કરે છે.

ગૌભક્ત દીપકભાઈ પટેલે વિદ્યાર્થીઓને ગૌમાતાના દૂધ, દહીં અને ઘીની ઉપયોગિતા, પર્યાવરણ સંરક્ષણ અને શુદ્ધ સાત્વિક આહાર વિશે માર્ગદર્શન આપ્યું.

જર્સી અને દેશી ગાયો વિશે વિડિયો દ્વારા માહિતી આપવામાં આવી હતી.