Gujarat

271 કેસોનો નિકાલ, 11.79 કરોડનો સેટલમેન્ટ; લગ્ન સંબંધિત કુલ 88 કેસ રજૂ, 8 કેસમાં સમાધાન

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત દ્વારા વિશેષ (સ્પેશિયલ) લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં એમ.એસી.પી., લેન્ડ રેફરન્સ, સિવિલ કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયેના કેસો અને લગ્ન સંબંધિત કેસો લેવામાં આવ્યા હતા.

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના અધ્યક્ષ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર.ટી. વચ્છાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ લોક અદાલતમાં અનેક કેસોમાં સમાધાનના પ્રયાસો સફળ રહ્યા.

271 કેસોનો સમાધાન સાથે નિકાલ આજની વિશેષ લોક અદાલતમાં કુલ 271 કેસો સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યા, જેમાં રૂ. 11.79 કરોડથી વધુ રકમના વિવાદો સમાપ્ત કરવામાં આવ્યા.