ખંભાળિયામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
રાધે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં મગજ, મણકાની સર્જરી, ઘૂંટણ રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટના દર્દીઓની તપાસણી કરવામાં આવી.

કેમ્પમાં ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત સર્જન ડો. સાગર ઘોડાસરા અને ડો. કૃપેન ટેઈલરે 28 દર્દીઓની તપાસણી કરી. તેમણે દર્દીઓને તેમની બીમારી અંગે વિસ્તૃત માહિતી આપી.
કેમ્પને સફળ બનાવવામાં રેડક્રોસ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, મૌલિકભાઈ વાયા, શૈલેષભાઈ કાનાણી, મિલનભાઈ સાયાણી અને ચેર પર્સન ડો. પિયુષભાઈ કણજારીયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

