ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને તાલુકા પંચાયત મહુધા-ખેડાના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુધા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના 36 તલાટી મંત્રીઓ અને સ્ટાફ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડેપ્યુટી ડાયરેક્ટર મનુભાઈ વાઘેલાએ એચ.આઇ.વી. અંગેની મૂળભૂત માહિતી આપી હતી. તેમણે એચ.આઇ.વી. અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી. વિવિધ સેવા કેન્દ્રો અને સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓની માહિતી આપી. સ્વૈચ્છિક રક્તદાનનું મહત્વ સમજાવ્યું. એચ.આઇ.વી. પ્રીવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટની વિગતવાર સમજ આપી હતી.

તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈએ ગ્રામ્ય સ્તરે એચ.આઇ.વી. નિયંત્રણમાં તલાટી મંત્રીઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ટી.બી. સુપરવાઈઝર કમલેશભાઈ વાળાએ ટી.બી. રોગ અને તેનો એચ.આઇ.વી. સાથેનો સંબંધ સમજાવ્યો હતો.
કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે ટોલ-ફ્રી સેવાનો ઉપયોગ કરવા જણાવાયું. આ તાલીમથી ગ્રામ્ય સ્તરે એચ.આઇ.વી. જાગૃતિ અભિયાનને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.

