Gujarat

20 વર્ષથી જૂના 44 બ્રિજનું થશે ડિટેઇલ ઇન્સ્પેક્શન, માર્ગ-મકાન વિભાગે આપ્યા આદેશ

આણંદ-વડોદરા વચ્ચેના ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટના બાદ ખેડા જિલ્લામાં બ્રિજ સુરક્ષાને લઈને મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

માર્ગ અને મકાન વિભાગે જિલ્લાના તમામ બ્રિજની સઘન તપાસના આદેશ આપ્યા છે.

માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ આવતા 26 બ્રિજ અને માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ હેઠળના 18 મેજર બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવશે. વિભાગે તપાસ માટે સ્પષ્ટ માપદંડો નક્કી કર્યા છે.

20 વર્ષથી જૂના બ્રિજનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવશે. આ દરમિયાન બ્રિજની માળખાકીય મજબૂતાઈ અને સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે.

20 વર્ષથી નવા બ્રિજનું પ્રાથમિક નિરીક્ષણ હાથ ધરાશે.

માર્ગ અને મકાન વિભાગની તમામ પેટા કચેરીઓના એસ.ઓ.ને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પગલાંનો મુખ્ય હેતુ ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો છે.