હાલોલની વિનાયક એસ્ટેટમાં આવેલ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી 3 કંપની ઓપર ટાસ્ક ફોર્સ ટીમે છાપો મારી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને દાણા સહિત 65 લાખનો મુદામાલ જપ્ત કરી 3 યુનિટ સીલ કરી છે.
હાલોલ જીઆઇડીસી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા ઉત્પાદન કરવાનું એપી સેન્ટર સાબિત થયું છે. પ્લાસ્ટિક ઝભલાના ઉત્પાદન પર અંકુશ લાવવા ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે.
તેમ છતાં ગેરકાયદે ઝભલાનું ઉત્પાદન કરતા તત્વો ટાસ્કઃફોર્સ થી બચવા જુદીજુદી મોડ્સ ઓપરેન્ડીટી અપનાવી બિન્દાસ નેટવર્ક ચલાવી રહયા છે.
ત્યારે હાલોલના સાથરોટા પર આવેલ વિનાયક એસ્ટેટમાં આવેલ પ્લાસ્ટિકના યુનિટમાં પ્લાસ્ટિકના કન્ટેનર બનાવવાની આડમાં સરકારી બેન્ડ લગાવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકની કેરીબેગ (ઝભલા)નું ઉત્પાદન કરાતું હોવાનું ટાસ્ક ફોર્સના હિરલ ઠાકર, જીપીસીબીના દિપક મહેતાને માહિતી મળી હતી.
જેમા પ્લાસ્ટિકની કેરીબેગ (ઝભલા) રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં મોકલવાનું નેટવર્ક ચાલી રહ્યું છે.
માહિતીના આધારે ટાસ્ક ફોર્સે વિનાયક એસ્ટેટમાં આવેલ વિનોદચંદ્ર શાહ અને નિકિતાબેન રાહુલ શાહની માલિકીના યુનિટમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કન્ટેનર બનાવવાની આડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાનું ઉત્પાદન થઈ રહ્યું હતું.
ટાસ્ક ફોર્સના દરોડાના પગલે યુનિટોમાં ભાગદોડ થઇ હતી. મશીનો પર કા મકરતા કામદારો સહિત લેબર ભાગી છૂટ્યા હતા. યુનિટમાંથી મળી આવેલ લાઈટ બિલના પગલે કંપની માલિકોની ઓળખ થઈ હતી.
ટાસ્ક ફોર્સે ત્રણ કંપનીઓના 5 યુનિટમાંથી 20 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો 50 ટન જેટલા પ્લાસ્ટિકના દાણા સહિત રૂા.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેવ યુનિટોને સીલ કર્યા છે.