Gujarat

એપ્રુવ્ડ ફોર ટ્રાન્સપોર્ટ અંડર કસ્ટમના સીલવાળા કન્ટેનરની અંદરથી 67 લાખની બીયર ઝડપાઇ

ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલને બાતમી મળી હતી કે, GJ39T-0641 વાળા બોડી કન્ટેનર મુંબઈથી વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે.બાતમી આધારે SMC ટીમ ચોર્યાસી ટોલનાકા પર વોચમાં હતી.જે દરમ્યાન બાતમી વાળા કન્ટેનરને અટકાવી ચાલકની પૂછતાછ કરતા કન્ટેનરમા સિંથેટિકસ ફાઇબર ભરેલું હોવાનું જુઠાણું ચલાવ્યું હતું.

વધુ તપાસ કરતા કન્ટેન્ટર પર એપ્રુવડ ફોર ટ્રાન્સપોર્ટ અંડર કસ્ટમ શીલ RO KOO7-KRO6 સહીત બંને દરવાજા પર શીલ માર્યું હતું.જે શીલ તોડી કન્ટેનર દરવાજો ખોલતા જ તેમાં માત્રામાં વિદેશી દારૂ ભરેલો જથ્થો મળી આવ્યો હતો.

વિદેશી દારૂ વાળા કન્ટેનર ચાલક ગણપત ભીમસિંહ રાઠોડની ઝડપી પાડી જથ્થો મંગાવનાર કન્ટેનર માલિક જયરાજસિંહ પુનાજી સોઢા રહે.ગાંધીધામ,અને મુંબઈથી વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર અજાણ્યા સહિત બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.(પકડાયેલો મુદ્દામાલ)કિંગફિશર,ટુબર્ગ કંપનીની અલગ અલગ મળી કુલ 2100 પેટી અને છૂટક મળી કુલ 51 હજાર નંગથી વધુ ₹.67.24 લાખની કિંમતના બિયર ટીન જથ્થો, 35 લાખનું કન્ટેનર, મોબાઇલ, રોકડ મળી કુલ 1 કરોડ 2 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.