ખેડા શહેરના બસ સ્ટેશન નજીક આવેલા પ્લાસ્ટિક ગોડાઉન અને રાઈસ મિલમાં ગઈકાલે બપોરે 1:30 વાગ્યે આગ લાગી હતી.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

આગનું મોટું સ્વરૂપ જોતાં અમદાવાદ, બારેજા, અસલાલી, મહેમદાવાદ અને આણંદથી ફાયર ટીમોની મદદ લેવામાં આવી હતી. 500 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી આગને કાબૂમાં લેવા 7 લાખથી વધુ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આગની ઘટનામાં એક પતરાનો શેડ સંપૂર્ણપણે નષ્ટ થયો છે.
એક આઈસર ટ્રક પણ આગમાં બળીને ખાખ થઈ ગયો છે.
હાલ બે JCB મશીન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.

નડિયાદ કોર્પોરેશનના ફાયર ઓફિસર ચિરાગભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
24 કલાક બાદ પણ કૂલિંગની કામગીરી ચાલુ છે. નડિયાદ, બારેજા અને ખેડાના ચાર વોટર બ્રાઉઝર હજુ પણ સ્થળ પર તૈનાત છે.
