એઆરઓ અમદાવાદ દ્વારા વડોદરા એમ એસ યુ પેવેલીયન ગ્રાઉન્ડ ખાતે 6 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધિ અગ્નીવીર (આર્મી) ભરતી રેલી યોજવામા આવી હતી .જેમા ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,દક્ષીણ ગુજરાતના 20 જીલ્લા તથા 2 કેન્દ્ર શાસીત પ્રદેશના લેખીત પરીક્ષા પાસ કરેલા કુલ 8354 ઉમેદવારોને ફીઝકલ પરીક્ષા, મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામા આવેલ હતા.
સમગ્ર ભરતીમા કુલ જનરલ ડયુટીના 6043 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી 1594 ઉમેદવારો રનીંગ પાસ કરેલ હતી. તેમજ અન્ય ટ્રેડમેન,ટેકનીકલ અને કલર્કની જગ્યા માટે કુલ 797 ઉમેદવારો હાજર રહ્યા હતા.
જેમાંથી 176 ઉમેદવારો રનીંગ પાસ થયેલ હતા ,તમામ રનીંગ પાસ થયેલા ઉમેદવારોમાંથી 843 ઉમેદવારો મેડીકલ પાસ ફીટ જાહેર કરેલ છે. જયારે 913 ઉમેદવારોને આર્મીની મેડીકલ કાઉન્સ પાસે રી મેડીકલ માટે રીફર કરવામા આવેલ છે.
સમગ્ર ભરતી રેલીમા શ્રમ ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામક રોજગાર અને તાલીમ કચેરી હેઠળની રોજગાર કચેરીઓ દ્વારા આપવામા આવેલ લશકરી ભરતી પુર્વેની ફ્રી નિવાસી તાલીમ મેળવેલ કુલ 167 ઉમેદવારો પાસ થયેલ છે.
સમગ્ર ભરતી રેલીના આયોજન અને અમલીકરણ જીલ્લા કલેકટર અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામા આવેલ હતુ જેમા રેલી માટે જરુરી ઈન્ફ્રાસ્ટ્રકચર, મંડપ, બેરીકેડીંગ, લાઈટીંગ, વિજણી, હેલોઝન,પીવાના પાણી,મોબાઈલ ટોયલેટ,સફાઈ,તેમજ ઉમેદવારો માટે પૌષ્ટીક ભોજન તેમજ રાત્રી રોકાણ માટે રહેઠાણની ફ્રી સુવિધાઓ કરવામા આવેલ હતી.