ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ધોરણ 12ની ફેબ્રુઆરી-માર્ચ 2025ની પરીક્ષામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
જિલ્લાનું સમગ્ર પરિણામ 95.69% આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં રાજ્યનું પરિણામ ગત વર્ષના 91.93%થી વધીને 93.07% થયું છે.
મીઠાપુર કેન્દ્રે 100% પરિણામ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અન્ય કેન્દ્રોમાં ભાણવડે 98.13%, ભાટિયાએ 97.81%, ખંભાળિયાએ 95.25%, કલ્યાણપુરે 94.17% અને દ્વારકાએ 86.90% પરિણામ મેળવ્યું છે.

સામાન્ય પ્રવાહમાં કુલ 3233 વિદ્યાર્થીઓમાંથી 26 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 460 વિદ્યાર્થીઓએ A2, 876એ B1, 887એ B2, 623એ C1, 201એ C2 અને 16 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે.
વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનું પરિણામ 90.88% રહ્યું છે. કુલ 296 વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાન પ્રવાહના બે કેન્દ્રોમાં ખંભાળિયાનું 91.56% અને મીઠાપુરનું 88.19% પરિણામ આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં 30 વિદ્યાર્થીઓએ A2, 60એ B1, 67એ B2, 59એ C1, 42એ C2 અને 8 વિદ્યાર્થીઓએ D ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની ટીમે તમામ સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

