Gujarat

અમદાવાદ ઇન્દોર હાઇવેથી છિકારિયા ગામનો 2 કિલોમીટરનો માર્ગ ખખડધજ

અમદાવાદ ઈન્દોર હાઈવે પર આવેલું ગળતેશ્વર તાલુકાનું છિકારિયા ગામનો મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે.

ત્યારે આ ગામમાં રહેતા 2 હજાર ગ્રામજનો રોજ આ માર્ગ પરથી અવરજવર કરતા હોવા છતાં પણ તંત્ર દ્વારા આ માર્ગ બનાવવામાં આવી રહ્યો નથી.

તંત્ર દ્વારા માર્ગ બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

અમદાવાદ ઈન્દોર હાઇવે થી અંદર આવેલું ગળતેશ્વર તાલુકાનું છિકારિયા ગામનો મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે.

જેમાં આ ગામમાં 2 હજારની વસ્તી ધરાવતું હોવા છતાં પણ આ 2 કિલોમીટરના માર્ગ અત્યત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.

ત્યારે ગ્રામજનોને આ માર્ગ પરથી પસાર થવું પણ મુશકેલ બન્યું છે. જેમાં માર્ગ પર અસંખ્ય ખાડાઓ અને ઉખડી ગયેલી કપચીઓને લઈ હાલાકી ભોગવવાનો આરો આવી રહ્યો છે.

જોકે આ બે કિલોમીટરના માર્ગમાં અનેક જગ્યા પર વળાંકો આવતા હોવાને લઈને અનેકવાર અકસ્માત સર્જાયા છે.

ત્યારે માર્ગ ઉપર દિશા સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી જેને લઇ અકસ્માત નો ભાઈ પણ જોવા મળી રહ્યો છે.

આ માર્ગ મુખ્ય માર્ગ હોવાને લઈ દિવસ અને રાત મોટી સંખ્યામાં સ્થાનિકો અવરજવર કરતા હોય છે.

જેથી આ માર્ગને વહેલી તકે બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.