ઉના પોલીસે સોશિયલ મીડિયા પર છરી સાથે વીડિયો વાઇરલ કરનાર યુવકની ધરપકડ કરી છે.
આરોપી મહેશ રાજશીભાઇ બારૈયા વરસિંગપુરના ચૌહાણ શેરીમાં રહે છે. તેની ઉંમર 29 વર્ષ છે.
જુનાગઢ રેન્જના IGP નિલેશ જાજડીયા અને SP મનોહરસિંહ જાડેજાની સૂચનાથી સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી હતી.
ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમે કાર્યવાહી કરી હતી.

પોલીસ ટીમે વડલા ચોક પાસે વાહન ચેકિંગ દરમિયાન આરોપીને એસ.ટી. બસ સ્ટેન્ડ તરફથી આવતા પકડ્યો હતો.
તપાસમાં તેની પાસેથી 7 ઇંચ લાંબી સ્ટીલની છરી મળી આવી હતી. આરોપી છરી રાખવાનું કોઈ કારણ જણાવી શક્યો ન હતો.
જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી સામે જી.પી.એક્ટ કલમ-135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ જાહેરનામું 1 મે, 2025થી 30 દિવસ માટે અમલમાં છે.


