ગાંધીનગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શુક્રવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું, જે ગુરુવારના 43.2 ડિગ્રી કરતાં 6 ડિગ્રી ઓછું છે.
શનિવારે સવારે તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે. દિવસ દરમિયાન તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.
લઘુતમ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો ઘટાડો થઈને 24.8 ડિગ્રી નોંધાયું છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં 13 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. ગરમી વધુ આક્રમક બનશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 28થી 30 માર્ચ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
એપ્રિલ માસના પ્રારંભથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. બદલાયેલા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે અને નગરજનોને બેવડી મોસમનો અનુભવ થઈ રહ્યો છે.