સાવરકુંડલા શહેરમાં સોનિક જ્વેલર્સ દ્વારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ અંતર્ગત સંગીત સંધ્યા સાથે ડિનર કાર્યક્રમ યોજાયો
આ સત્કાર સમારંભના અતિથિ વિશેષ તરીકે આયોજક શ્રી પરેશભાઈ રાજપરા ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે માનવમંદિરના પ. પૂ. ભક્તિરામબાપુ, પત્રકાર બિપીન પાંધી, યોગેશ ઉનડકટ, દીપક પાંધી સૂર્યકાંત ચૌહાણ, યશપાલ વ્યાસ, લાયન્સ કલબના કમલ શેલાર, કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ડી. કે પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના મહેશ મશરૂ, કે. કે હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ પંકજભાઈ વ્યાસ, જયંતીભાઈ ખડદિયા સમેત અનેક શહેરના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
યોગાનુયોગ આ કાર્યક્રમ દરમ્યાન આ કાર્યક્રમના સુપ્રસિધ્ધ ગાયક સિકંદરખાન પઠાણનો જન્મદિવસ હોવાથી તેની પણ સોનિક જ્વેલર્સ દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા પરેશભાઈ રાજપરાએ ઉપસ્થિત તમામને સોનાનું મહત્વ સમજાવી દર માસે એક ગ્રામ સોનું ખરીદવા ભલામણ કરી હતી
આ પ્રસંગે સોનિક જ્વેલર્સ સાવરકુંડલા દ્વારા કલપતરૂ એડવાન્સ આભૂષણ પ્લાન પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો

સાવરકુંડલા શહેરમાં ગતરોજ શામજીબાપુ ઉપવન ખાતે સાંજે ૬ થી ૯ વાગ્ય સુધી સોનિક જ્વેલર્સ આયોજિત સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવેલ. સાવરકુંડલા સોનિક જ્વેલર્સ દ્વારા યોજાયેલા આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ પ્રસંગે માનવ મંદિરે આશ્રમના પરમ પૂજ્ય ભક્તિરામબાપુ પણ ઉપસ્થિતિ રહીને સોનાના સુવર્ણ અભિયાનને વેગ મળે તેવા મૂક આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે શહેરના અનેક પ્રબુદ્ધ નાગરિકો તેમજ શહેરના અગ્રણીઓ પત્રકાર બિપીન પાંધી, યોગેશ ઉનડકટ, સૂર્યકાન્ત ચૌહાણ, યશપાલ વ્યાસ, લાયન્સ કલબના કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, કમલ શેલાર, સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ડી. કે. પટેલ, વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટના હિતેષ સરૈયા, ચેમ્બર ઓફ કોમર્સના મહેશ મશરૂ, કે. કે. હાઈસ્કૂલ સાવરકુંડલાના પૂર્વ પ્રિન્સિપાલ પંકજભાઈ વ્યાસ, જયંતીભાઈ ખડદિયા, જેવા અનેક લબ્ધપ્રતિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતમાં ખૂબજ સુમધુર કાર્યક્રમ યોજાયો.

સોના કિતના સોના હૈ. આ સત્કાર સમારંભના મુખ્ય અતિથિ વિશેષ તરીકે આ સમારંભમાં પરેશભાઈ રાજપરાએ પણ સોનાની મહત્તા અને સોનાની ઉપયોગિતા વિશે વિષદ સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પરેશભાઈ રાજપરાએ ઉપસ્થિત તમામને દર મહિને એક ગ્રામ સોનું પોતાના સંતાનો માટે ખરીદવા ભલામણ કરી હતી. આમ દરમહિને થયેલ બચત એકવીશ વર્ષે ૨૫૦ ગ્રામ જેટલું સોનું એકઠું થઈ શકે છે. અને એ આપના સંતાનો માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ પ્રસંગે સોનિક જ્વેલર્સ સાવરકુંડલા દ્વારા કલપતરૂ એડવાન્સ આભૂષણ પ્લાન પણ ગણ માન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવેલ. આમ ગણીએ તો સોનાની અગત્યતા અને મહત્તા છેક રામાયણ અને મહાભારત કાળથી તો ચાલી આવે છે. ક્રિષ્ણની દ્વારકા પણ સોનાની જ હતીને તો લંકા પણ સુવર્ણ નગરી જ હતી. એટલે સુવર્ણ એ દરેક દેશનું ચલણ પણ ગણી શકાય.

રૂબલ, યેન, દિનાર, ડોલર, પાઉન્ડ જેવી ચલણી કરન્સી પણ સોનાને ખૂબ મહત્વ આપે છે. આમ આ સૌભાગ્ય ઉત્સવ ખરેખર ખૂબ માણવા જેવો રોમાંચક રહ્યો હતો. આ પ્રસંગે સુમધુર સંગીત સુરાવલીના સંગીત કોન્સર્ટ સાથે ડિનર એ પણ અસલ કાઠિયાવાડી વગરે ખરેખર લોકોએ માણવા જેવો કાર્યક્રમ યોજાયો હતો આ સુમધુર ગીત સંગીતના કાર્યક્રમના ગાયકો તરીકે સિકંદરખાન પઠાણ અને બીનાબેન શુકલ દ્વારા યાદગાર ગીતોની સરવાણી વરસાવી તો આ કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે અમિતભાઈએ પણ સમગ્ કાર્યક્રમને ખૂબ જ રોચક અને રસપ્રદ બનાવ્યો હતો. આમ સોનિક જ્વેલર્સ સાવરકુંડલા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસનોંધનીય બાબત એ હતી કે ગતરોજ કાર્યક્રમને દિવસે ગાયક સિકંદરખાન પઠાણનો જન્મદિવસ પણ હતો એટલે સોનિક જ્વેલર્સના કેતનભાઈ હિંગુ દ્વારા સ્વાદિષ્ટ કેક કાપીને એ વિશાળ ઓડિયન્સની ઉપસ્થિતિમાં જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી આ સાથે અહીં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનાં પણ જેનો જન્મદિવસ કે લગ્ન સંવત્સરી હોય તો તેમને પણ સ્ટેજ પર આવવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવતાં આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાંથી એક નાની બાલિકા અને એક છોકરાનો જન્મદિવસ પણ સૌએ હેપ્પી બર્થડેની સુમધુર સુરાવલી સાથે ખૂબ જ ભવ્યરીતે ઉજવવામાં આવ્યો જે સોનિક જ્વેલર્સ સાવરકુંડલાનો પોતાના આમંત્રિત મહેમાનો પ્રત્યેનો અનોખો સ્નેહ દર્શાવે છે.

આમ ગણીએ તો સોનિક જ્વેલર્સ એટલે સાવરકુંડલા જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં એક પ્રતિષ્ઠિત નામના ધરાવતું નામ છે. સમગ્ર સાવરકુંડલા શહેરમાં ગોલ્ડ અને જેમ્સ જ્વેલરી ક્ષેત્રે આ કાર્યક્રમમાં વિશાળ ઉપસ્થિતિએ વિશાળ જનસમુદાયનો એક નવો વિક્રમ સ્થાપિત કરેલ છે એમ કહીએ તો ના નહીં કહેવાય. સોનિક જવેલર્સના પરેશભાઈ, કેતનભાઇ અને સુનીલભાઈ સહિત તમામ પરિવારના સભ્યોની દેખરેખ અને કૂનેહ ને કારણે આતિથ્ય સત્કાર સાથે ગીત સંગીત સાથે કાઠિયાવાડી સ્વરુચિ ભોજનનો પણ ઉપસ્થિત તમામે લ્હાવો લીધો હતો. એકદંરે કેતનભાઈ હિંગુનું સ્પષ્ટ માનવું છે કે ધંધો તો થતો રહેશે પણ આવી રીતે શહેરના અનેક પરિવારો સાથેનો મિલન સમારોહ યોજાયો એ સોનિક જ્વેલર્સ માટે ઉજળું જમા પાસું જ ગણાય.

અને એકબીજા પરિવાર સાથે મળવા હળવાથી આત્મીયતામાં નોંધનીય વૃદ્ધિ થાય આપણાપણાની ભાવના આજના ડીજીટલ હાઈટેક યુગમાં અને વૈશ્વિક ડામાડોળ પરિસ્થિતિમાં વિકસિત થાય એ જીવનની ઉર્જા માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થાય છે અંતમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સોનિક જ્વેલર્સના યુનિટ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને ભવ્ય રીતે સફળતા પ્રદાન કરવા બદલ ઉપસ્થિત તમામનો સોનિક જ્વેલર્સ દ્વારા જાહેર આભાર માનવામાં આવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા