Gujarat

સાવરકુંડલામાં બાબા રામદેવ યુવક મંડળ દ્વારા ભવ્ય તૃતિય સમૂહ લગ્ન મહોત્સવ સંપન્ન

સાવરકુંડલાના બાબા રામદેવ યુવક મંડળ દ્વારા આ મહોત્સવમાં ૧૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તમામ જ્ઞાતિના પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું હતું. આ સમૂહ લગ્ન મહોત્સવ થકી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન ખૂબ ઓછા ખર્ચમાં શક્ય બન્યા હતા. બાબા રામદેવ યુવક મંડળ દ્વારા દરેક દીકરીને ૫૧ થી વધુ ઘરવપરાશની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી, જે તેમના નવા જીવનની શરૂઆત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ધુરેશ્વર ભારતી બાપુ, દયાપુરી માતાજી સહિત અનેક સંતો, રાજકીય આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો તેમજ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. યુવા ભાગવત આચાર્ય વિજય દાદા આર જાની (ગોલ્ડન દાદા) અને સાથી ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન કરાવ્યા હતા.
આ મહોત્સવમાં ૫૪૦ સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરી હતી. ગોપી મહિલા મંડળ, નૃત્યકલા ગ્રુપ, બાપા સીતારામ મંડળ, તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ જેવા વિવિધ મંડળોએ સેવા પૂરી પાડી હતી. બાબા રામદેવ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ખંડેલા, ઉપપ્રમુખ મનસુખભાઈ રણોલીયા, નરેશભાઈ વાઘેલા, મહેશભાઈ રણોલીયા, કમલેશભાઈ રણોલીયા, યોગેશભાઈ દાતેવાડીયા, વિપુલભાઈ રાઠોડ, ખોડલ મંડપ સર્વિસ લાલજીભાઈ રાઠોડ, ખોડલ મંડપ સર્વિસ ઘનશ્યામભાઈ ડાભી, રામભાઈ ચૌહાણ, મહેશ સોલંકી, ભાવેશભાઈ ચૌહાણ, જયસુખભાઈ રણોલીયા અને સતીશભાઈ પાંડેએ છેલ્લા બે મહિનાથી દિવસ રાત જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી.
મસા પીર મોમાઈ માતાજી મઢ નાના ઝીંઝુડાએ સમગ્ર ભોજન પ્રસાદનો ખર્ચ ઉઠાવ્યો હતો. સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા તેમજ સાવરકુંડલા ભાજપ પરિવાર અને સાવરકુંડલા કોંગ્રેસ પરિવારે આ સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા.
બાબા રામદેવ યુવક મંડળના જગદીશભાઈ ઠાકોર અને દિનેશભાઈ સુરાચંદાએ સમાજના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આશ્રમના મહંત પ્રેમપુરી બાપુએ સ્વયંસેવકોની મહેનતને બિરદાવી હતી. આ સમૂહ લગ્ન ઉત્સવ સામાજિક સમરસતા અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ બની ગયો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા