Gujarat

મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો 

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોલ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ઈમરાનખાન પઠાણે વિદાય લેતાં વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે વર્ગશિક્ષિકા લલિતાબેન ગામીતે તમામ વિદ્યાર્થીઓને કેડબરી ચોકલેટ અને બોલપેન ભેટ આપી હતી. અંતમાં વિદાયગીત બાદ વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓએ અશ્રુભીની આંખે પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. શાળાનાં આચાર્ય વાસંતીબેન વસાવાએ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યનાં શુભાશિષ પાઠવ્યા હતાં.