કાણકિયા કોલેજ, સાવરકુંડલા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, અમરેલીના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અંગેની સંપૂર્ણ સમજણ આપતા એક વર્કશોપનું આયોજન થયું હતું. કોલેજના આચાર્ય રવિયા સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના કોન્સ્ટેબલ નૈતિકભાઈ બાબરીયા સાહેબ તથા સમીરખાન સાહેબે પી.પી.ટી.ના માધ્યમથી સાયબર ક્રાઈમ વિશે સંપૂર્ણ માહિતગાર કર્યા.
જેમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો વિશે ના સમાચારપત્રોના કટીંગ વગેરે જેવા ઉદાહરણ દર્શાવીને તમામ બાબતો આવરી લીધી હતી. અને આ અંગેની માહિતી ધરાવતા સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત સાવરકુંડલા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા સર્વેક્ષણ(ફિડબેક)”નું એક સેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હાજર તમામ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલમાં ફિડબેક આપ્યા હતા. બંને કાર્યક્રમને સફળ બનાવવા એન.સી.સી. લેફ્ટનન્ટ ડૉ લલિતભાઈ ચૌહાણ તથા અર્જુનસિંહ પરમારનું ખાસ યોગદાન રહ્યું અને ડૉ.ભટૃસાહેબ, ડૉ. પુષ્પાબેન, વાઈસ પ્રિન્સિપાલ રીન્કુબેન તથા અન્ય સ્ટાફ મિત્રોએ ખાસ જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા