Gujarat

110 બાઈક સાથે 200 લોકોની રેલી, પક્ષી સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવી

નડિયાદમાં ઉત્તરાયણ પર્વ પહેલા કરુણા અભિયાન-2025 અંતર્ગત પક્ષી સંરક્ષણ માટે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. IFS અધિકારી શ્રી અભિષેક સામરિયા, જે નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ-નડિયાદના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.

રેલીમાં સામાજિક વનીકરણ રેન્જ-નડિયાદના આર.એફ.ઓ. અને તેમની ટીમ, એસ.આર.પી. ગ્રુપ-7નો સ્ટાફ, નડિયાદ પોલીસ અને ટ્રાફિક સ્ટાફના જવાનો તેમજ નડિયાદ સોમિલ એસોસિએશનના સભ્યો જોડાયા હતા.

110 બાઈક સાથે આયોજિત આ રેલીમાં પક્ષી બચાવ અભિયાનની ઓડિયો ક્લિપ સાઉન્ડ સ્પીકર દ્વારા વગાડવામાં આવી હતી. કુલ 200 જેટલા લોકોની હાજરીમાં યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓના સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો.