રાપરના પૌરાણિક મહત્વ ધરાવતા દરીયાસ્થાન મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા અને નવધા રામાયણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ મંદિર સંત શ્રી ત્રિકમ સાહેબનું સમાધિ સ્થળ અને રવિભાણ સંપ્રદાયનું પવિત્ર ધાર્મિક સ્થળ છે.
શાસ્ત્રી ચંદ્રકાંત શુક્લે નવધા રામાયણ કથામાં રામ-ભરત મિલાપનું ભક્તિભાવપૂર્ણ વર્ણન કર્યું. આ પરંપરા 60 વર્ષ પહેલા બ્રહ્મલીન મહંત વૃંદાવન દાસજી મહારાજે શરૂ કરી હતી.
દર વર્ષે અષાઢ સુદ 6થી ચૌદશ સુધી રામકથા અને ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થાય છે.

કાર્યક્રમમાં મહામંડલેશ્વર જાનકીદાસજી (કમીજળા), સંત જગજીવન દાદા (બિબર), કલ્યાણદાસ (હિગરીયા), કિશોરદાસજી (વરલી), ભરતદાસ (વાંઢાય) અને કિશોરદાસ (કબીર મંદિર) સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

મંદિરના ટ્રસ્ટીઓ રશિકલાલ આદુઆણી, નિલેશભાઈ કારીયા, મુરજીભાઈ સચદે સહિતના કાર્યકરોએ આયોજનની જવાબદારી સંભાળી.
ભુજ, રાપર, રાધનપુર, ગાંધીધામ, ભચાઉ, અંજાર અને મુંબઈથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ દિનેશ ચંદેએ કરી હતી.