મેંદરડા વંદે માતરમ સેવા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
જેમાં સમિતિના પ્રમુખ સભ્યો ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા પ્રવાસીઓને પોતાનો ધર્મ પૂછીને અંધાધુન ગોળીઓ બરસાવી મોતને ઘાટ ઉતારવામાં આવેલ છે ત્યારે દેશ અને સમગ્ર વિશ્વમાં પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે
મેંદરડા આંબેડકર ચોક ખાતે વંદે માતરમ સેવા સમિતિ ના પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ભાઈ ઠુંમર ની અધ્યક્ષતામાં સમગ્ર દેશના 28 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેના માટે મીણબતી પ્રગટાવી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી
અને પાકિસ્તાન વિરુદ્ધ વિવિધ નારાઓ લગાવવામાં આવેલા હતા અને આંતકવાદી ઓને તાત્કાલીક પકડી ફાસી ની સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં વંદે માતરમ સેવા સમિતિના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મહેશ ગીરીબાપુ,પત્રકાર કમલેશ ભાઈ મહેતા,મોહનભાઈ મુછડીયા ધર્મેશ બગથરીયા, હિરેનભાઈ ગાજીપરા, કરણ બાપુ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો અને સમિતિના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા