મેંદરડા ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ રામધુન હનુમાન ચાલીસા પ્રાથના સભા યોજાઈ
ગ્રામ પંચાયત કચેરી ના પટાંગણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
મેંદરડા ગ્રામ પંચાયત કચેરીના પટાગણ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,રાષ્ટ્રીય બજરંગ દળ,વંદે માતરમ્ સેવા સમિતિ અને મેંદરડા શહેરની વિવિધ ધાર્મિક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ તેમજ હિન્દુ સમાજના તમામ લોકો દ્વારા જમ્મુ કાશ્મીર ના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા અંધાધુન ગોળીબાર માં દેશનાં વિવિધ પ્રાંતના 28 જેટલા પ્રવાસીઓની ગોળીઓ મારી હત્યા કરવામાં આવેલ
જેના અનુસંધાને મેંદરડા ખાતે રાત્રે ૯ થી ૧ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં સૌ પ્રથમ મૃતાત્માઓના મોક્ષાર્થે મોન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી બાદ વૃંદાવન આશ્રમ આલીધ્રા ની ધૂન મંડળી દ્વારા રામ ધુન હનુમાન ચાલીસા વગેરે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા
આ કાર્યક્રમમાં મેંદરડા ની વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થાઓ હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા
રિપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા