થરાદ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નાગલા પુલ પાસે એક નંદી પડી જતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. રાહદારીઓએ તાત્કાલિક થરાદ ફાયર વિભાગને જાણ કરી.
ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર, થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી નંદીને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.

એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી બચાવ કામગીરી દરમિયાન નંદી કેનાલના ડિવાઈડર બહાર નીકળી શકતો ન હતો.
આખરે લોડરની મદદથી નંદીને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી. બચાવ બાદ નંદીને ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો.