ગૌ આધારિત અર્થતંત્ર મુદ્દે ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને વિવિધ રાજ્યોના ગૌ સેવા આયોગ અધ્યક્ષોની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન
મહારાષ્ટ્ર “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ” દરમિયાન મહારાષ્ટ્રના કોલ્હાપુરના શ્રી સિદ્ધગિરિ, કનેરી મઠ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી, જીસીસીઆઈ ના સ્થાપક અને ગૌ આધારિત અર્થવ્યસ્થાના મજબૂત સમર્થક ડૉ. વલ્લભભાઈ કથીરિયાના અધ્યક્ષસ્થાને એક વિશેષ બેઠક યોજાઈ. જેમાં દેશના વિવિધ રાજ્યોના ગૌ સેવા આયોગના અધ્યક્ષોએ હાજરી આપી. આ બેઠકનો મુખ્ય હેતુ ભારતમાં આત્મનિર્ભર અને સમન્વિત ગૌ આધારિત અર્થતંત્રના નિર્માણ માટે વ્યાપક ચર્ચા અને યોજના નિર્માણ કરવાનો હતો.હરિયાણા ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રી શ્રવણ કુમાર ગર્ગ એ જણાવ્યું કે હરિયાણામાં ગૌશાળાઓના ડિજિટલાઇઝેશન, દેશી નસ્લોના સંવર્ધન અને પંચગવ્ય આધારિત ઉત્પાદનોના પ્રચાર માટે મહત્વપૂર્ણ કામ થઈ રહ્યું છે. સાથે જ યુવાનોને ગૌ ઉદ્યોગિત્ત્વ સાથે જોડવા માટે તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના ગૌ સેવા આયોગ અધ્યક્ષ શ્રી શ્યામ બિહારી ગુપ્તા એ જણાવ્યું કે રાજ્યમાં બેસહારા ગૌવંશને સામાજીક સંસ્થાઓને સાથે રાખી ગૌ ધામ શરૂ કરવામાં આવ્યા છે અને શાળાઓમાં ગૌ વિજ્ઞાન આધારિત અભ્યાસક્રમ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય સ્તરે મહિલાઓને ગૌ આધારિત ઉત્પાદનમાં જોડવામાં આવી રહી છે મહારાષ્ટ્રના ગૌ સેવા આયોગ અધ્યક્ષ શ્રી શેખર મુદડા એ જણાવ્યું કે રાજ્યમાં ખેતીમાં ફરીથી ગાય આધારિત પદ્ધતિઓના ઉપયોગ માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગૌ આધારિત જૈવિક ખેતીથી જમીનની ઉર્વા શક્તિમાં વધારો થયો છે અને રસાયણિક ખેતી પર આધાર ઘટ્યો છે. ગૌ શાળાઓને ગૌ ઉદ્યમીતા સાથે જોડવામાં આવી રહી છે.ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ સમગ્ર બેઠકનું નેતૃત્વ કરતાં જણાવ્યું કે દરેક રાજ્યનો અનુભવ રાષ્ટ્રીય નીતિ ઘડવા માટે અમૂલ્ય છે. તેમણે સૂચન કર્યું કે દરેક રાજ્યના ગૌસેવા આયોગો સાથે મળીને એક જીસીસીઆઈ ના નેતૃત્વ હેઠળ સંકલન, સંશોધન, નવીનતા, યુવા તાલીમ અને ઉદ્યોગિત્ત્વ માટે દિશા નિર્ધારણ કરશે. તેમણે ગુજરાતમાં અમલમાં આવેલ મૉડલને ઉદાહરણરૂપ દર્શાવ્યું અને જણાવ્યું કે ગૌ આધારિત અર્થતંત્ર, પ્રાકૃતિક ખેતી અને પંચગવ્ય આધારિત ઉત્પાદનોના માધ્યમથી ગામડાંઓમાં આત્મનિર્ભરતા લાવી શકાય છે. દર ત્રણ માસે નિયમિત મળતા રહી, કેન્દ્ર સરકારને ગૌ સેવાની વિવિધ આયામો બાબતે નીતિ નિર્ધારણ માટે કેન્દ્રીય મંત્રીઓને મળવાનું નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં કનેરી મઠ મહારાષ્ટ્રના પૂજ્યસંત શ્રી કાડસિધ્ધેશ્વર સ્વામી અને બીકાનેરના પૂજ્ય સ્વામી શ્રી વિમર્શાનંદજી મહારાજના આર્શીવાદ પ્રાપ્ત થયા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



