કાણકીયા કોલેજ ખાતે “મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ” અને “મહારક્તદાન કેમ્પ” તથા ડોક્ટર વડેરા સાહેબની રક્તતુલા જેવા અભૂતપૂર્વ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
નૂતન કેળવણી મંડળ સંચાલિત સાવરકુંડલા સ્થિત શ્રી વી.ડી. કાણકીયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ 21 ઓગષ્ટ 2025 ગુરૂવારે કોલેજ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયેલ.
કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે *”મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ”* અને સાવરકુંડલાને વર્ષો સુધી મેડિકલ ક્ષેત્રે સેવા આપનાર તેમજ અનેકવિધ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે પોતાની સેવાઓ આપનાર એવા ડૉ. જે. બી. વડેરા સાહેબના ધર્મપત્ની સ્વ. ઉમાબેનના સ્મરણાર્થે તથા વડેરાસાહેબની રક્તતુલાના હેતુથી *”મહારક્તદાન કેમ્પ”* નું આયોજન થયું હતું.
આ કાર્યક્રમ ના ઉદ્ઘાટન સમારોહ કાણકીયા કોલેજના સભાખંડ ખાતે યોજાયો હતો. જેમાં લીલીયા-સાવરકુંડલા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ડે. કલેકટરશ્રી જીલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી,
પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, શ્રી ચંદ્રેશભાઇ રવાણી (કોંગ્રેસ અગ્રણી શ્રી), દાતાના સહયોગી શ્રી અષ્ટકાંતભાઈ સૂચક,મંડળના ટ્રસ્ટીગણમાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મુકુંદકાકા,
શ્રી જયંતિભાઈ વાટલીયા(મહેતા રામજીભાઈ અમરશીભાઈ સાર્વજનિક ટ્રસ્ટ ચાંદીના સિક્કાના દાતા શ્રી), શ્રી વિનુભાઈ રાવલ,
કાર્યક્રમના કેન્દ્ર સ્વરૂપ ડૉ.વડેરાસાહેબ તથા તેમના સુપુત્ર ડૉ. વિરલભાઈ, સુપુત્રી ડિમ્પલબેન(સોનાની લગડી ના દાતા), મોટા ભાઈ શ્રી મનુભાઈ તેમજ અન્ય પરિવારજનો, ડો. દિપકભાઈ શેઠ, ડૉ. રાવલસાહેબ, પ્રો. ડી.એલ. ચાવડાસાહેબ, ડૉ.ઉષાકાંતભાઈ વોરા, નયનભાઈ ગાંધી, પંકજભાઈ ગાંધી ઉપરાંત ભાજપ અગ્રણીશ્રીઓ શરદભાઈ પંડ્યા, પ્રતીકભાઈ નાકરાણી, અનિરુદ્ધસિંહ રાઠોડ, રાજેશભાઈ નાગ્રેચા, મોહિતભાઈ સુદાણી, કેશુભાઈ વાઘેલા તથા લોહાણા-મહાજન સમાજના આગેવાનો તથા અનેક કોંગ્રેસ અગ્રણીશ્રીઓ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ નિ:શુલ્ક છે કારણ કે તેના માટેની નાણાકીય સહાય માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન (મૂળ સા.કુંડલા હાલ મુંબઈ) તરફથી હર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાપ્ત થઈ છે.
ઉદ્ઘાટન સમારોહના સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય શ્રી ડૉ. એસ.સી. રવિયાસાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ તથા શાલ દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
કાણકિયા કોલેજ ના આશરે 300 વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા ઘેલાણી કોલેજની આશરે 100 જેટલી બહેનોએ મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનો
લાભ લીધેલ.
મહારક્તદાન કેમ્પમાં બે બ્લડ બેંકોનો સહયોગ પ્રાપ્ત થયેલ. જેમાં વિદ્યાર્થીઓ તથા સાવરકુંડલાના સેવાભાવી નાગરિકો રક્તદાન કર્યું હતું. 170 થી પણ વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતુ. ઉપરાંત હોમગાર્ડ કમાન્ડર-નાગરિક બેંક ચેરમેન પ્રવિણભાઇ સાવજે 109મી વખત રકતદાન કરીને વિક્રમ સર્જયો હતો.
આ તકે મીડિયા-પત્રકારશ્રીઓ પ્રદીપભાઈ દોશી,પાંધીસર, યોગેશભાઈ ઉનડકટ, યશપાલભાઈ વ્યાસ તથા અન્ય પત્રકાર શ્રીઓ હાજર રહ્યા હતા.
અંતમાં ડૉ.જે.બી.વડેરાસાહેબની રક્તતુલા કરવામાં આવી હતી. રેડક્રોસના સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આખાય કાર્યક્રમને સફળ બનાવવા માટે રવિયાસાહેબના સીધાજ નેતૃત્વ હેઠળ કોલેજ સ્ટાફ ગણ, એન.સી.સી. કેડેટસ, એન.એસ.એસ., યૂથ રેડક્રોસ ના સ્વયં સેવકો વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.
લેફ્ટનન્ટ ડૉ.એલ.એલ.ચૌહાણ, ડૉ. અર્જુનસિંહ પરમાર, પ્રો.ઓ.ડૉ.આશિષભાઈ ચૌહાણ, ડૉ. હરેશ દેસરાણી, ડૉ.હાર્દિક ઉદેશી, ડૉ. કલ્પેશ રાડિયા, ડૉ. ભટ્ટસર, વાઈસ પ્રિન્સિપાલ રીન્કુબેન, પ્રો.પાર્થભાઈ ગેડીયા,
પ્રો. ભૂમિકાબેન,સ્વાતિબેન, સોનલબેન,કુલદીપભાઈ તથા અન્ય સ્ટાફગણનો સહયોગ મળ્યો હતો.
બ્લડ ડોનેશન કેમ્પના લક્કી વિજેતાઓમાં સોનાની લગડી જીતનાર વિજેતા ગજ્જર પ્રતિકભાઇ સતિષભાઈ
અને ચાંદીના સિક્કાઓ જીતનાર વિજેતાઓ 1)કુડેચા સાહિલ
2)સુમરા ઇમરાન
3)ડૉ. સુમેર રઈશભાઈ
4)ટાંક કમલેશભાઈ
5)મહેતા મેહુલભાઈ છે, જેમને વડેરા પરિવાર તથા ઉપસ્થિત શ્રેષ્ઠીઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.એમ રવિભાઈ જોષી ની એક યાદી માં જણાવેલ છે.



