Gujarat

બાળકો જૂની રમતો રમતા થાય તેવા આશયથી સીનીયર સીટીઝનોએ વિસરાતી રમતો રમી, યુવાધન હિલોળે ચડ્યું

સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડના સિનિયર સિટિઝન ગૃપ દ્વારા 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હું તમે અને શેરી એ સ્લોગન અંતર્ગત વિસરાતી જતી જુની રમતોની યાદ તાજી કરવાનું આયંજૂન કરવામાં આવ્યું હતું. શહેરના દાળમીલ રોડ પર સિનિયર સિટિઝન ગૃપ દ્વારા જુની વિસરાતી રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભમરડા, પૈડા ફેરવવા, રસ્સા ખેંચ, કબડ્ડી સહીતની જુની રમતો સિનિયર સિટિઝનો દ્વારા રમીને તેમની બાળપણની યાદો તાજી કરવામાં આવી હતી. હાલના સમયે ટેકનોલોજીના યુગમાં બાળકો મેદાની રમતો ભુલી રહ્યાં છે

ત્યારે બાળકો આ જુની રમતો રમતા થાય અને સિનિયર સિટિઝનોને જુની યાદો તાજી થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ પૌરાણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતુ અને સિનિયર સિટિઝનોએ આ રમતોને મનભરીને માણી હતી ખાસ કરીને વડીલોને ભમરડો અને પૈડા ફેરવતા જોવા મળ્યા એ અલગ જ કર્યા હતા.

અને અંદાજે સુરેન્દ્રનગરના 100થી વધુ સિનિયર સિટિઝનોએ આ પૌરાણિકરમતોને માણીને હાલના યુવાધનને મોબાઈલ અને લેપટોપની ગેમના બદલે મેદાની રમતો તરફ વળવા સંદેશો આપ્યો હતો. સુરેન્દ્રનગરમાં સિનિયર સિટીઝનો દ્વારા યુવાનોને પણ શરમાવે એ રીતે થર્ટી ફર્સ્ટ દ્વારા આગવા અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી. અને તેઓ જૂના ગીતો ઉપર બધુ ભૂલીને મન મૂકીને ખુબ નાચ્યા હતા.