Gujarat

લઘુતમ તાપમાનનો પારો ઊંચકાતા લોકોએ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો, નલિયામાં 10, ભુજમાં 13.4 અને કંડલામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું

કચ્છમાં આ વખતે નવેમ્બર માસ સુધી શિયાળાની ખાસ અસર વર્તાઈ ના હતી, જોકે ડિસેમ્બર માસ પહેલાજ દેશના ઉત્તરી વિસ્તારોમાં શરૂ થયેલી હિમ વર્ષાની અસર તળે ડીસેમ્બર માસના પ્રારંભ સાથેજ ઠંડીનો ચમકારો કચ્છવસીઓએ અનુભવ્યો હતો જે લગાતાર નવા વર્ષના પ્રારંભ સુધી યથાવત રહેતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.

અલબત્ત છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ધડાડો થતા લોકોને શિત માહોલમાં આંશિક રાહત મળી છે. આજે જિલ્લા મથક ભુજનું ન્યૂનતમ તાપમાન 13.5 ડીગ્રી, નલિયા 10 અને કંડલામાં 16.5 ડીગ્રી લઘુતમ તાપમામ નોંધાયું હતું.

છેલ્લા એક થી સવા માસ સુધી એકધારી પડેલી ઠંડીએ લોકોની જીવનશૈલી ને ભારે પ્રભાવિત કરી હતી તો અન્ય જીવોને પણ ભારે અસર પહોંચાડી હતી. જોકે હાલ ઠંડીમાં રાહત વ્યાપી જતા આખરે લોકોએ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો.