Gujarat

કેવાયસી માટે ધસારો, સુવિધા ન હોવાથી કચેરી બહાર પગથિયા પર બેસવાનો વારો

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે બનાવવામાં આવેલાં જનસુવિધા કેન્દ્રમાં મોટી સંખ્યામાં અરજદારો પોતાના આધાર કાર્ડમાં કેવાયસી અને મોબાઈલ નંબર બદલવા માટે આવતાં હોય છે. જોકે કચેરીમાં બેસવાની અપુરતી સુવિધા હોવાને કારણે અરજદારોને કચેરીની બહાર જમીન પર જ બેસી રહેવાની ફરજ પડે છે.

નડિયાદમાં આવેલ કલેકટર કચેરી ખાતે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં અરજદારો સરકારી કામ લઇને આવતાં હોય છે. જેમાં ખાસ તો હાલમાં નડિયાદ તાલુકાના લોકોને આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ – લીંક કરવા માટે જનસુવિધા કેન્દ્ર ખાતે આવવું પડે છે. રોજ મોટી સંખ્યામાં અરજદારો આ કામગીરી માટે કચેરીમાં આવે છે.