નેશનલ ટીબી નાબુદી કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ઝૂંબેશ અંતર્ગત ટીબી રોગના દર્દીઓને નિક્ષય મિત્ર બની દત્તક લઇ પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં સહયોગ આપી શકે તેવા સેવાભાવી દાતાઓની પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વેપારીઓ,સરપંચો,આગેવાનો સહિત સેવાભાવી દાતાઓની પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાનવડ ખાતે બેઠક યોજાઇ હતી.

જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ દેશવ્યાપી ઝુંબેશમાં આપણે સૌ જોડાયને ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓને વધારાનું પૌષ્ટિક આહાર મળે તે માટે તમામ સેવાભાવી દાતાઓને આગળ આવવા અપીલ કરી હતી.

અને ૪૦ થી વધુ ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓને નિક્ષય મિત્ર બની છ મહિના માટે દત્તક લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી જિલ્લા ટીબી -એચઆઈવી કો-ઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા, વિનોદભાઈ વણકર તથા તાલુકા ટીબી સુપરવાઈઝર અરવિંદભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહી નિક્ષય મિત્ર સ્કીમ વિશે જાણકારી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર