ઊના ગીરગઢડા તાલુકા નાં ભાચા, કાંધી,વાકીયા,મોટી મૌલી ટીંબી વાયા કાકડીમૌલી,નાળીયેલી,ચ રાલીમૌલી ને જોડતાં રૂ 3 કરોડ 28લાખ નાં ખર્ચે રિસફેસિગ ડામર માર્ગે નવી કરણ નાં કામનું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
ઉના અને ગીરગઢડા તાલુકાના ગામડાઓના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વિકાસ નાં ખાતમૂહુર્ત ચાલી રહ્યા છે જેમાં વધું એક જાહેર માર્ગ નું કામ મંજૂર થતાં ભાચા થી કાંધી ગામ સુધી (રિસર્ફેસિંગ) મુખ્ય રસ્તાનું ડામર રોડનું કામ, વાંકીયા થી મોટી મોલી-કાકીડી મોલી-નાળીયેરી મોલી-ચોરાળી મોલી-ટીંબી ગામ સુધી (રિસર્ફેસિંગ) મુખ્ય રસ્તાનું ડામર રોડનું કામ રૂ.3 કરોડ 28 લાખથી વધુના ખર્ચે નવી કરણ કરાતાં આ માર્ગ ભાચા થી કાંધી રોડ તેમજ વાંકીયા થી મોટી મોલી-કાકીડી મોલી-નાળીયેરી મોલી-ચોરાળી મોલી-ટીંબી ગામના મુખ્ય (રિસર્ફેસિંગ) ડામર રોડ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ તકે યોજાયેલ કાર્યક્રમમાંરાજુભાઈ ડાભી,પ્રકાશભાઈ ટાંક, ધર્મેશભાઈ રાખોલીયા, પ્રવીણભાઈ સાંખટ, દકુભાઈ દોમડીયા, કે.સી.રાજપુત, વાંકીયા, સરપંચ ભગવાનભાઈ જેઠવા, ગોકુળભાઈ છોવટીયા, જોરુભાઈ ચાંદુ, ખોડુભાઈ ચાંદુ, મોટી મોલી ગામના આગેવાનો સરપંચ વીઠલભાઈ, સુરેશભાઈ બરવાળીયા, સુરેશભાઈ ઢોલરીયા, મહેશભાઈ, રાજુભાઈ પરમાર, કાકીડી મોલી ગામના આગેવાનો સરપંચ મનુભાઈ બારૈયા, ગોવિંદભાઈ બારૈયા, તકુભાઈ બારૈયા, કાળુભાઈ વેકરીયા, ભાણાભાઈ ઝાલા, ભરતભાઈ રાણપરીયા, રતિલાલભાઈ રાણપરીયા, નાળીયેરી મોલી ગામના આગેવાન લખમણભાઈ વાઘ, રમેશભાઈ ચાવડા, કલ્યાણભાઈ રાખોલીયા, ચોરાળી મોલી, ધીરુભાઈ રાખોલીયા, કાંધી ગામના આગેવાનો સરપંચ સતુભાઈ સાંખટ, ઉપસરપંચ ભાણાભાઈ ગોહિલ, કોળી સમાજના પટેલ ગોવિંદભાઈ ભાલીયા, ભરતભાઈ બાંભણીયા સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

