Gujarat

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૩૫૮ મી બેઠક યોજાય

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૩૫૮ મી બેઠક યોજાય

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ૨૩૫૮ મી બેઠક યોજાય શિશુવિહાર બુધસભાની ૨૩૫૮ મી બેઠક તારીખ ૨૪/૦૯/૨૫ ના રોજ સાંજે ૫-૩૦ કલાકે ચેતના ગોહેલના સંચાલન હેઠળ શિશુવિહાર ખાતે યોજાયી.”સર્જન ગોષ્ઠિ ઉપક્રમ” તળે યોજાયેલ બુધસભામાં, ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી મુંબઈથી આમંત્રિત એવા કવિશ્રી “ડૉ. હેમેનભાઈ શાહે તેના સર્જનની વાતો કરી અને બુધસભાને ગઝલમય બનાવી દીધી. આજની બુધસભામાં આશરે ૩૦ જેટલા સાહિત્યપ્રેમીઓ હાજર રહ્યા. ખરેખર આજની બુધસભા સાહિત્યપ્રેમીઓ અને ભાવકો માટે યાદગાર અને આનંદમય બની રહી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250926-WA0119.jpg