રાણપુર તાલુકાના નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો…
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના હેઠળ નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા ખાસ હાજર રહ્યા હતા અને તેઓએ પણ રક્તદાન કર્યું હતું જ્યારે આ કેમ્પ ની અંદર નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.મિહિર મુંજપરા,ડો.પારૂલ જમોડ,લેબટેક જ્યોતિકાબેન પટેલ,સમાબેન માંકડ,સુરેશભાઈ મકવાણા,એમ.પી.એચ.ડબલ્યુ.અશ્વિનભાઈ મકવાણા,
પરબતસિંહ ઝાલા,દિપેશભાઈ પરમાર સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.કેમ્પમાં 19 બોટલ રક્તની એકત્ર થઈ હતી..
તસવીર:વિપુલ લુહાર