Gujarat

એફ.વાય.બી.એ.ના વિદ્યાર્થીઓનું કુમકુમ-તિલક સાથે સ્વાગત, ગુરુપૂર્ણિમાની ઉજવણી

અમીરગઢની સરકારી વિનયન કૉલેજમાં એફ.વાય.બી.એ.ના પ્રવેશોત્સવ સાથે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કૉલેજ પરિવારે નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને સાકરથી સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓએ ગુરુ વંદના કરી હતી.

એસ.વાય.બી.એ.ની વિદ્યાર્થિનીઓ માળી સીમા અને પગી દક્ષાએ ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. નાઈ હની અને રાઠોડ આરતીએ ગુરુ ભક્તિનું ગીત રજૂ કર્યું હતું.

કાર્યક્રમમાં કૉલેજના નવા પ્રાધ્યાપકો પ્રા. જયકુમાર બુદ્ધદેવ, ડૉ. ભાવેશ પ્રજાપતિ, ડૉ. હિતેશ ઠક્કર, ડૉ. બ્રિજેશ પુરોહિત અને હેડ ક્લાર્ક દિનેશભાઈ રામસણાનું સ્વાગત કરાયું હતું.

એસબીઆઈ બ્રાન્ચ મેનેજર પ્રકાશ સૈનીએ અતિથિ વિશેષ તરીકે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

ડૉ. નરેશ જોષી અને ડૉ. નીતિન જાદવે કૉલેજનો પરિચય આપ્યો હતો. આચાર્ય ડૉ. એન.કે. સોનારાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક વિભાગના ડૉ. નરેશ જોષી અને પ્રા. ફરહિના શેખ તથા સંસ્કૃત વિભાગે કર્યું હતું.

ડૉ. વર્ષાબેન ચૌધરીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને પ્રા. ભુપેન્દ્ર ચડોખિયાએ આભારવિધિ કરી હતી.