માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા. 29/01/2025 ના રોજ .નાથીબેન રાજદેભાઈ ચાંડેરા,ઉ.વ.૯૫ નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ લખમણભાઈ રાજદેભાઈ ચાંડેરાના માતૃશ્રી થાય છે.તેમજ લોએજ ગામના માજી સરપંચશ્રી રામભાઈ નંદાણિયાના નાની થાય છે.
માજી સરપંચ શ્રી રામભાઈએ શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા હરદિપસિંહ જેઠવાએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને કરશનભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ