જામ્યુકોની ફુડશાખાએ ગ્રેઈન માર્કેટમાં મિલા૫ ટ્રેડલિંક પ્રા.લિ.માંથી દેશી ગોળ, વિશ્વાસ ટ્રેડીંગ કાું.માંથી કોલ્હાપુરી ગોળ, અને દેશી ગોળ પાવરર (કેશર બ્રાન્ડ), ફિરોઝ ટ્રેડર્સમાંથી શુદ્ધ ગોળ (કાવેરી બ્રાન્ડ) અને નેચરલ ગોળ (ટીજી બ્રાન્ડ), મહેન્દ્ર કુમાર ગોપાલદાસમાંથી દેશી ગોળ, લીતેષ એન્ડ કંપનીમાંથી ગોળ (રાજમણી), હિન્દુસ્તાન ટ્રેડર્સમાંથી ગોળ (રાજભોગ), ભાવિન ટ્રેડર્સમાંથી ગોળ (કિશાન), જસવંત એન્ડ કંપની અને ભગવતિ ટ્રેડીંગમાંથી ગોળ, ભરતકુમાર ચત્રભૂજમાંથી ગોળ, (જયદાનગી) અને ગોપાલદાસમાંથી ગોળ (મધુરમ), વિજય એન્ટરપ્રાઈઝમાંથી કોલ્હાપુરી ગોળના નમૂના લીધા છે.
જયારે આશા ફ્લોર મીલ (નુરી ચોકડી) માંથી હળદર પાવડર, મરચા પાવડર અને ધાણાજીરૂ, અન્નપૂર્ણા ફલોર મીલ (હાપા રોડ) માંથી મચ્ચુ અને આખા ધાણા, આરાધ્યા મસાલા સેન્ટર (હાપા રોડ) માંથી મરચુ પાવડર અને આખા ધાણા, આરાધ્ય મસલા સેન્ટર (હાપા રોડ) માંથી મચ્ચુ પાડવર, ધાણા આખા, હળદર ગાંઠીયા, સુરાપુરા ધામ ભોળાદ મરચા માર્કેટ (હાપા રોડ) માંથી મચ્ચુ પાવડર, આશીર્વાદ સ્પાઈસી એન્ડ ગ્રાઈડીંગમાંથી હળદર ગાંઠિયા અને ગરમ મસાલો, તથા પંચેશ્વર ટાવર માર્ગ પરના રામજીભાઈ સરબતવાળામાંથી ગુલાબ માવા મલાય ડ્રાયફ્રૂટ ગોલા વગેરેના નમૂના લઇ લેબ્રોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

