દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાયેલી 23મી એશિયન યોગાસન ચેમ્પિયનશિપ-2025માં ભારતે કુલ 87 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
આ સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા કાલાવડ ગામના વતની લખન વારોતરીયાએ સિલ્વર મેડલ જીતીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
તેમની આ સફળતાથી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો અને આહિર સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. લખન વારોતરીયાની આ સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહી છે.