છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવસેને દિવસે નગરમાં માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર નગરમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નગરપાલિકાની ચૂંટણીને લઈને નગરમાં પ્રચાર હાથ ધર્યો હતો.

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના 20 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે ભાજપે નગરમાં પ્રચાર માટે સાંસદો ધારાસભ્યો પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્યને ઉતાર્યા છે. ત્યારે આજે સાંસદ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અને કાર્યકર્તાઓ દ્વારા નગરમાં પ્રચાર હાથ ધરવામાં આવ્યો હતો.

સાંસદ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં ભાજપનું છોટાઉદેપુર નગર પાલિકામાં બોર્ડ બનશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર