*ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.*
*ધારાસભ્ય એ છોટાઉદેપુર નગર પાલિકામાં આમ આદમી પાર્ટીનું બોર્ડ બનશે તેમ કહ્યું હતું*

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટીના અલગ અલગ વોર્ડમાં ઉભા રહેલ 12 ઉમેદવારો માટે પ્રચાર હાથ ધર્યો હતો. અને ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર નગરમાં ડોર ટૂ ડોર પ્રચાર હાથ ધરી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. અને ધારાસભ્ય એ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ભાજપના લોકોને કહેવા માંગુ છું કે અમે કોંગ્રેસના લોકો નથી અમે આમ આદમી પાર્ટીના લોકો છે.

અમારા કાર્યકરોને અને સાથી લોકોને ચંચુપાટ કરશે તો અમે ઇટનો જવાબ પથ્થરથી આપશું. અને વધુમાં તેઓએ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તેમ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર