Gujarat

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને લઈને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ પોતાની પ્રતિક્રિયા આપી

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ કહ્યું કે બજેટ ની અંદર છોટાઉદેપુર જિલ્લાને ખૂબ ફાયદો થવાનો છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 2025 – 26નું બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટની અંદર છોટાઉદેપુર જિલ્લાને ખૂબ સારી રીતે સમાવેશ કરવામાં આવી છે. અને એના માટે ગ્રાન્ટો ફાળવવામાં આવી છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે એક આ ઐતિહાસિક વાત કરીએ તો કવાંટ ખાતે યોજાનાર ગેર ના મેળા માટે પણ લગભગ 17 કરોડ જેટલી રકમ ફાળવી છે. શિક્ષણની વાત કરીએ તો અપડાઉન કરતા ગરીબ આદિવાસી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે કોલેજ થી લઈને માધ્યમિક શાળાઓ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલો પણ આપવામાં આવી છે. સરકારી સાયન્સ કોલેજની પણ દુમાલી મુકામે ફાળવવામાં આવી છે. છોટાઉદેપુર નગરપાલિકાને એ ગ્રેડ નો દરજ્જો આપવામાં આવ્યો છે.
છોટાઉદેપુર થી લઈ દેવગઢ બારીયા અને ત્યાંથી લુણાવાડા એ ફોર્ટેક બનવાનો એમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બોડેલી થી લઈને ડભોઇ અને કરજણ ફોર્ડ ટ્રેક પર ફાળવવામાં આવ્યો છે. પાવીજેતપુર અને બોડેલીમાં કન્યા છાત્રાલયો ફાળવવામાં આવી છે. શિક્ષણ જગત માટે પણ છોટાઉદેપુર જિલ્લાને ખૂબ રકમ આપવામાં આવી છે. સાથે સાથે મેડિકલ કોલેજને પણ બજેટમાં એક નવો હેડ પાડી એની અંદર પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
એટલે કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લાનું જે સપનું મેડિકલ કોલેજ વહેલી તકે શરૂ થાય એ સાકાર કરવા માટે પણ કામ કરવામાં આવ્યું છે. છ તાલુકાની અંદર મામલતદાર કચેરીઓની અંદર જે સ્ટાફ છે. જેના સ્ટાફ ક્વોટર્સની પણ ફાળવણી કરવામાં આવી છે. એટલે એમ કહી શકાય કે આ બજેટની અંદર છોટાઉદેપુર જિલ્લાને ખૂબ ફાયદો થવાનો છે. એમ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર