Gujarat

2007 થી 2025 જાન્યુઆરી સુધીમાં 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા 108 એમ્બ્યુલન્સ મા તેમજ દર્દી ના ઘરે જઈ 4191 જેટલી સફળ પ્રસુતિ કરાવાઈ 

કવાંટ ની 108 ઈમરજન્સી સેવા સગર્ભા માટે ફરી બની જીવન સંજીવની
છોટાઉદેપુર જિલ્લા ની 108 ઈમરજન્સી સેવા 24/7 લોકોના જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે. જેમાં કવાંટ અને નસવાડી જેવા અંતરયીયાળ અને અસ્પીરેશનલ બ્લોક મા ઘણા પડકારો વચ્ચે 24/7 સેવા આપતી 108 એમ્બ્યુલન્સ સેવા ની આજે ફરી એક પ્રસંસનીય કામગીરી.
આજરોજ તારીખ 22 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે આશરે 10 વાગ્યાં ની આસપાસ કવાંટ તાલુકાના વજેપુર કેવડા ફળિયાના એક સગર્ભા બેન ને પ્રસવ પીડા ઉપડતા 108 ને કોલ કર્યો હતો કોલ મળતા કવાંટ ની 108 એમ્બ્યુલન્સ ગણતરીના સમયમાં જ વજેપુર ગામ ખાતે પહોંચી ગઈ હતી. ઈ એમ ટી વિજયભાઈ બારીયા એ ત્યાં જઈ ને જોતા સગર્ભા ટીનકીબેન રાઠવા ને અસહ્ય પ્રસવ પીડા થઈ રહી હતી.
108 એમ્બ્યુલન્સ ના ઈ એમ ટી વિજયભાઈ બારીયા એ દર્દીને એમ્બ્યુલન્સ મા લઇ ને તપાસ કરતા જણાયું કે ગમે તે સમયે ડિલિવરી થઈ જાય એમ હતું એટલે 108 ના પાયલોટ વેચલાભાઇ રાઠવા એ એમ્બ્યુલન્સ કવાંટ રેફરલ હોસ્પિટલ જવા રવાના કરી થોડે આગળ જતા હમીરપુરા પાસે સગર્ભા બેન ને અસહ્ય પ્રસવ પીડા જણાતા ઈ એમ ટી એ 108 એમ્બ્યુલન્સ રોડ ની સાઇડ મા ઉભી રખાવી અને એમ્બ્યુલન્સ મા ડિલિવરી કરાવવા માટે ડિલિવરી કીટ તૈયાર કરી લીધી તેમજ સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સ મા કરાવી.. પરંતુ નવજાત શિશુ ના ગળા મા નાળ વિન્ટાયેલી હોવા થી બાળક ને પૂરતું oxygen ના મળતા ઘૂંગડાઇ જવાનો જોખમ હતો પરંતુ 108 ના ઈ એમ ટી એ પોતાની આવડત મુજબ બાળક ના ગાળા મા વિન્ટાયેલી નાળ દૂર કરી (NNR) નિયો નેટલ રીસસિટેસન પધ્ધતિ તી બાળક નો જીવ બચાવ્યો હતો. નવજાત શિશુ ને યોગ્ય વોર્મિંગ આપી કાંગારુ મધર કેર જેવી ટેકનિક તેમજ બીજી પ્રાથમિક સારવાર આપી હાયપોથરમિયા થી બચાવી શકાય છે.
 
108 ના સ્ટાફ દ્વારા સફળતા પૂર્વક ડિલિવરી કરતા દર્દી અને તેમના પરિવાર જનો મા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓએ 108 ઇમર્જન્સી સેવાને જીવન સંજીવની ગણાવી અભિનંદન પાઠવ્યા્ તેમજ આભાર વ્યક્ત કર્યો હતો.
ડિલિવરી બાદ માતા અને નવજાત શિશુને કવાંટ રેફેરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંને સ્વસ્થ હોવાનું જણાવામાં આવે છે
ગુજરાત સરકાર ની 108 એમ્બ્યુલન્સ સેવા એ છોટાઉદેપુર જિલ્લો તેમજ રાજ્ય માટે અમૂલ્ય ભેટ છે જે 24/7 સતત કામ કરી નાગરિકો ના જીવ બચાવામાં સિંહ ફાળો આપી રહી છે 108 મા ફિલ્ડ મા કામ કરતા તમામ સૈનિકો ને ખુબખુબ અભિનંદન.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર