Gujarat

સાવરકુંડલા તાલુકાની નેસડી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખા દ્વારા પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિઓ આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે કરવામાં આવેલ

સાવરકુંડલામાં ૨૬ મી જાન્યુઆરીની પ્રેરણાદાયક ઉજવણી કરવા નિમિત્તે સાવરકુંડલા તાલુકાના નેસડી ગામની બેંક ઓફ બરોડા શાખાના બ્રાન્ચ મેનેજર રિતેશ ઠાકુર , સ્ટાફ  કલ્પેશભાઈ ચોટલીયા, પ્રતાપભાઈ તેજોત દ્વારા સામાજિક પ્રવૃત્તિ અંતર્ગત સાવરકુંડલાના છેવાડા વિસ્તારમા ઝુપડપટ્ટીમાં રહેતા વિચરતી વિમુક્તિ જાતિના બાળકો નિશુલ્ક શિક્ષણ સહાય મેળવે છે તે બાળકો માટે સરાહનીય કામ કરતી સંસ્થા ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકોને સ્કુલ બેગ ફુલસ્કેપ ચોપડા તેમજ અભ્યાસને લગતી તમામ સહાય નેસડી ગામની બેન્ક ઓફ બરોડા શાખા તરફથી વિતરણ કરવામાં આવેલ તેમજ બ્રાન્ચ મેનેજર રિતેશ ઠાકોર દ્વારા આ જરૂરિયાતમંદ બાળકોને આશીર્વાદ આપીને ખૂબ જ જીવનમાં પ્રગતિ કરે એવા આશીર્વાદ આપવામાં આવેલ અને બાળકો પણ ખૂબ જ પ્રફુલિત થઈ ગયા હતા આ તકે ઉદરતા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ધારાબેન ગોહિલ અને હંમેશા જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવા એવા સંજય ચોટલીયાએ બેંક ઓફ બરોડા  નેસડી શાખાના મેનેજર સાહેબ તેમજ તમામ કર્મચારી ગણનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો
બિપીન પાંધી સાવરકુંડલા