સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ગિરધર ઘર વૃધ્ધાશ્રમ પાસે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં પણ ૭૬ મા પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી. અને ખાસ વાત તો એ છે કે અહીં નારી શક્તિના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

આમ સરસ્વતી વિદ્યાલયે ખરા અર્થમાં નારી શક્તિની સંવેદનાને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પણ નારી શક્તિને પ્રાધાન્ય આપ્યું. અને આમા જ ભારત દેશની ખરી અસ્મિતા સમાવિષ્ટ છે.
બિપીન પાંધી સાવરકુંડલા