Gujarat

જામનગરમાં ભાજપના મંત્રીના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન, વિજય શાહના ફોટા પર પગ મૂકી વિરોધ વ્યક્ત કર્યો

ઓપરેશન સિંદુરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ગુજરાતના વતની કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ મધ્યપ્રદેશના ભાજપ મંત્રી વિજય શાહની વિવાદિત ટિપ્પણીનો વિરોધ વધી રહ્યો છે. જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ આજે આક્રોશપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસના કાર્યકરોએ વિજય શાહના ફોટા પર પગ મૂકી વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે મંત્રી વિજય શાહને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. ભારતીય સેનામાં ફરજ બજાવતા કર્નલ સોફિયા કુરેશીને પાકિસ્તાનીઓની બહેન ગણાવવા બદલ દેશભરમાં વિજય શાહની ટીકા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદુરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની કામગીરીને કારણે તેઓ દેશની બહાદુર બેટી તરીકે ઓળખાય છે. આવા સૈનિકની આવી રીતે ટીકા કરવા બદલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.