શહેરના ઘુમા વિસ્તારમાં સાગલ ગ્રુપની ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટની દીવાલ ઘસી પડી હતી. દીવાલ પડવાના કારણે કન્સ્ટ્રક્શન સાઈટ પર ટેમ્પરરી બનાવવામાં આવેલી ઓફિસો પણ પડી ગઈ હતી. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઓફિસ જે બનાવવામાં આવી હતી તેને નુકસાન થયું હતું. પાણીની લાઈન લીકેજ થઈ હતી અને તેના કારણે માટી ભીની થતાં દીવાલ ઘસી પડી હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ મામલે કન્સ્ટ્રક્શન સાઇટ ડેવલોપર પાસેથી રૂ. ૫૦૦૦૦નો વહીવટી ચાર્જ પણ વસૂલ્યો છે.
મળતી માહિતી મુજબ શહેરના ઘુમા વિસ્તારની સાગલ ગ્રુપની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. સાગલ સેનર કન્સ્ટ્રક્શન સાઇટ સાઈટ પર ૧૯ નવેમ્બરના રોજ દીવાલ ઘસી પડી હતી. દીવાલ ધસી પડતા કન્સ્ટ્રક્શનની જગ્યા પર જે સાઇટની ટેમ્પરરી ઓફિસ બનાવવામાં આવી હતી તે તમામ ઓફિસ પણ દીવાલ પડવાના કારણે ધસી ગઈ હતી. દીવાલ પડી ગઈ હોવાના કારણે ઓફિસ સહિતની જગ્યાઓને નુકસાન થયું હતું.સદનસીબે કોઈ જાનહાનિ નહીં જાેકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભયજનક જગ્યા હોવાના પગલે ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જાેકે, પ્રિન્સિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમને જાણ થઈ હતી અને તેઓ દ્વારા મામલે તપાસ પણ કરવામાં આવી હતી.

