તસ્કરોએ બે કલાકના સમયગાળામાં તિજાેરી તોડી, ફરિયાદ નોંધાઈ
ગાંધીનગરના પેથાપુર-મહુડી રોડ પર આવેલ શ્રીપર્ણી પાર્લરની સામે ભંગારનો ધંધો કરતા વેપારીના ઘરમાંથી માત્ર બે કલાકના સમયગાળામાં તિજાેરીમાંથી ૬ લાખ ૪૦ હજારની કિંમતના સોનાચાંદીના દાગીનાની ચોરી થવા મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનનો મેવારામ બાલુજી ગુર્જર પેથાપુર-મહુડી રોડ શ્રીપર્ણી પાર્લરની સામે છેલ્લા એકાદ મહીનાથી પતરાની ઓરડીમા પરીવાર સાથે રહી ભંગાર લે વેચનો ધંધો કરે છે.
ગત તા.૧૭ નવેમ્બરના રોજ મેવારામ સબંધીની સારવાર અર્થે અડાલજ જવાનું હતું. જ્યારે તેની પત્નીને પેથાપુર બજારમા ખરીદી કરવા જવાનું હતું. આથી મેવારામ પત્ની અને બાળકોને બાઇક પર લઈને નીકળ્યો હતો. અને પત્ની અને બાળકોને પેથાપુર ચોકડી ઉતારી અડાલજ જવા નીકળી ગયો હતો. બાદમાં બપોરના સમયે તેની પત્નીએ ફોન કરીને ઘરમાં ચોરી થયાની જાણ કરતા મેવારામ તાબડતોડ પરત આવી ગયો હતો.
બાદમાં ઘરમા રાખેલ તિજાેરીમા ચેક કરતાસોનાની નાકની નથ્થ ,સોનાનો બાજુબંધ, સોનાનો મોતીવાળો સેટ ચાંદીનો કંદોરો મળીને કુલ રૂ.૬ લાખ ૪૦ હજારની મત્તા અજાણ્યો ઇસમ ચોરીને નાસી ગયો હોવાનું માલૂમ પડ્યું હતું. આ ચોરી મામલે મેવારામને એવું લાગ્યું હતું કે, આ ચોરી કોઈ અંદરના માણસોએ કરી છે. જેથી તેણે પોતાની રીતે તપાસ કરી રાખી હતી. આખરે દાગીનાની કોઇ ભાળ નહીં મળતા મેવારામે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

