Gujarat

રાજકોટ ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી સાગરીતને નેપાળ બોર્ડર ખાતેથી પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી સાગરીતને નેપાળ બોર્ડર ખાતેથી પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૬/૪/૨૦૨૫ ના રોજ ગઇ તા.૧૭/૪/૨૦૨૫ ના રોજ ફરીયાદી એ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાની ત્રિકોણબાગ પાસે આવેલ ટાઇટન ઘડીયાળના શો-રૂમમાંથી ચોરી થયેલ હોય જે બાબતે રાજકોટ શહેર એ.ડીવીઝન પો.સ્ટે. BNS કલમ-૩૦૫,૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ નાઓ અનડીટેકટ ધરફોડ ચોરીનો ગુન્હો તાત્કાલીક ડીટેકટ કરવા જરૂરી સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોય. બાદ ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ ના સુપર વિઝન હેઠળ અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી અલગ-અલગ ટીમો બનાવી જેમાં એક ટીમમાં DCB તથા LCB ઝોન-૨ તથા એ.ડીવીઝન પો.સ્ટે. ના સ્ટાફના માણસો ને અમદાવાદ, રાજસ્થાન ખાતે મોકલવામાં આવેલ તેમજ DCB પો.સ્ટે.ની એક ટીમને દીલ્હી ખાતે મોકલવામાં આવેલ અને DCB પો.સ્ટે.ની બીજી એક ટીમને બિહાર ખાતે મોકલવામાં આવેલ અને આ ટીમો સતત પ્રયત્નશીલ હોય અને ત્રણેય ટીમોના સયુંકત પ્રયત્નોથી હકિકત મળેલ કે આ ચોરી કરનાર ટોળકી નો એક ઇસમ જે હાલ બિહારમાં નેપાળ બોર્ડર પાસે આવેલ હોવાની ખાનગીરાહે ચોકકસ હકિકત મળેલી જે હકિકતના આધારે બિહાર ખાતેની ટીમનાઓએ વેશપલટો કરી આ કામે એક શકમંદ ઇસમને રાઉન્ડઅપ કરી તેને વધુ પુછપરછ અર્થે અહીં રાજકોટ શહેર DCB પો.સ્ટે. ખાતે લાવતા જેમાં શકમંદની પુછપરછમાં પોતે આ ઉપરોકત ગુન્હાની કબુલાત આપતા શકમંદને પકડી આ ગુન્હાના કામે કુલ-૨૧ કાંડા ધડીયાળો કબ્જે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રાકેશકુમાર ઓકિલ પંડિત લક્ષ્મણ પંડિત જાતે.બિહારી ઉ.૨૩ રહે.દરોગા ટોલા, પોસ્ટ ઓફિસ-મોતિહારી, થાના-બંજારિયા મોતિહારી, જીલ્લો-પૂર્વ ચંપારણ, (બિહાર). કાંડા ધડીયારો નો મોટો જથ્થો કુલ કિ.૬,૨૯,૪૧૫ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250427-WA0029.jpg