રાજકોટ શેર માર્કેટમા મોટો નફો આપવાની લાલચ આપી, છેતરપીંડી કરતો ઈસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ ટીમ.
રાજકોટ શહેર તા.૧૫/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના નાગરીકો સાથે થયેલ સાયબર ફ્રોડના ગુન્હાના આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I જે.એમ કૈલા તથા એમ.એ.ઝણકાત ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પો.સ્ટે. ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૯(૨),૩૧૮(૪),૩૧૬(૨),૩૩૬(૨),૩૩૮,૩૩૬(૩) તથા આઇ.ટી.એકટ ર૦૦૦ ની કલમ-૬૬(ડી) ના કામે સાયબર ફ્રોડના નાણા ફેરવતા આરોપીને પૂણે, મહારાષ્ટ્ર ખાતેથી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. ગૌરવ નકુલભાઇ સોનવણે ઉ.૨૯ રહે-સેડવીક કોલોની સિધ્ધેશ્વર સ્કુલની પાછળ ભોસરી, પૂણે, મહારાષ્ટ્ર. આરોપીએ પોતાના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના કૂલ રૂ.૮,૧૪,૦૦૦ મેળવેલ છે. આ કામના આરોપીએ પોતાના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્ક એકાઉન્ટનો સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં ઉપયોગ કરી ગુન્હો કરેલ છે જેને પૂણે, મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને આરોપીએ ગુન્હામાં ઉપયોગ કરેલ બેન્ક એકાઉન્ટની તપાસ કરતા બેન્ક એકાઉન્ટ ઉપર અલગ-અલગ નવ રાજ્યમાંથી સાયબર કમ્પ્લેઇન નોંધાયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.