કામરેજના વેલંજા ગામની પાછળ, યમુના રેસીડેન્સીની સામે લેકવ્યુ સોસાયટીમાં રહેતા બરવાળીયા પરિવારે દિકરીને ભૂઈ (માતા) બનાવી છેલ્લા 10થી 12 વર્ષથી શ્રધ્ધાળુઓ સાથે યેનકેન છેતરપિંડી કરનાર માતા-પિતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પોલીસની મદદથી પર્દાફાશ કર્યો હતો.
મૂળ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના જયસુખ ઉર્ફે જયેશભાઈ જીણાભાઈ બરવાળીયા, પ્રિયાબેન ઉર્ફે પુષ્પાબેન ભાવનગર જિલ્લાના ડમરાળા ગામના બંને પતિ-પત્નિએ ષડયંત્ર કરી પાંચમી દિકરી જાનુનો ચુડેલ માતાનો અવતાર, મોગલ માંની ભુઈ જાહેર કરી હતી. ધૂણતા સાથે આરતીમાં તલવારનો રાસ શીખવી દીધો હતો.
જાથાએ જ્યારે છાપો માર્યો ત્યારે શું થયું જાથાના જયંત પંડયાએ પર્દાફાશ માટે ઉત્રાણ પોલીસ સ્ટેશનની અને જાથાની ટીમની મદદથી ભુઈ જાનુ આઈને ઘરે પહોંચ્યો હતો. માતાજીના મઢને બદલે બાજુના રૂમમાં લઈ જતા હતા ત્યાં મઢમાં ધૂપ-આરતીનો અવાજ, માણસો જોઈ જતા અંદર ગયા. માતાજીની ભુઈએ ધૂણવાનું બંધ કરી દીધું.
જાથાના પંડયાએ પરિચય આપ્યો. ગોરખધંધાની વાત કરી. એક શ્રધ્ધાળુ માંડવામાં જાનુ આઈને હાજરી માટે 21000નો વાયદો લઈને આવ્યા હતા. પરિસ્થિતિ જોઈ માફી માંગવા લાગ્યા. ઉત્રાણ પોલીસ તંત્રે પુરતી તકેદારી રાખી હતી. બરવાળીયા પરિવારને કાયદાનું ભાન કરાવ્યું હતું.

