Gujarat

રાજકોટ વોર્ડનં.૧૫ના વિવિધ કામોની સમીક્ષા કરતા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની.

રાજકોટ વોર્ડનં.૧૫ના વિવિધ કામોની સમીક્ષા કરતા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની.

રાજકોટ શહેર તા.૨૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS)એ આજે તા.૨૧-૮-૨૦૨૫ના રોજ વોર્ડનં.૧૫ના વિવિધ પ્રોજેકટના કામોની સમીક્ષા કરી હતી. વોર્ડનં.૧૫માં ચાલુ કામગીરી, સફાઈ, કોલસેન્ટરમાં આવતી ફરિયાદો વગેરે સંબંધી અધિકારીઓ/કર્મચારીઓ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનરએ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં નિયમિત સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ન્યુસન્સ પોઈન્ટ જેવી બાબતો અંગે માહિતી મેળવી હતી. બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સાથે સીટી.એન્જીનીયર, ડેપ્યુટી સિટી એન્જી., વોર્ડ ઓફિસર, નાયબ પર્યાવરણ ઈજનેર સહિતના સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250821-WA0051.jpg