Gujarat

ઈકબાલગઢ પાસે 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત, લોકોની રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઈકબાલગઢ પાસે આવેલો બનાસ નદી પરનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે.

આ બ્રિજ 45થી વધુ ગામો અને રાજસ્થાન રાજ્યને જોડે છે. 40 વર્ષથી વધુ જૂનો આ બ્રિજ જર્જરિત હાલતમાં છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મોટા વાહનો પસાર થતાં બ્રિજમાં વાઇબ્રેશન થાય છે. બ્રિજનો નીચેનો ભાગ પણ જર્જરિત થઈ ગયો છે.

સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ માત્ર દેખાવ પૂરતું જ કામ થયું છે.

તાજેતરમાં આણંદ-વડોદરા વચ્ચે મહીસાગર નદી પરના બ્રિજની દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

આવી દુર્ઘટના અટકાવવા માટે સ્થાનિકોએ બે માગણીઓ કરી છે. પહેલી, તાત્કાલિક ધોરણે બ્રિજની તપાસ કરી સમારકામ કરવામાં આવે.

બીજી, જો શક્ય હોય તો બાજુમાં નવો બ્રિજ બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.